કચ્છ પોતાની આગવી સંસ્કૃતિ ધરાવતી અતિ પ્રાચીનભૂમિ છે. ભારત દેશના
પશ્ચિમ
સાગર કાંઠે ગુજરાત રાજ્યનો કચ્છ જીલ્લો વિવિઘ ઐતહાસિક
તથા ભૌગોલિક પરિસ્થિતિઓ ધરાવે છે. કચ્છ
જીલ્લાના મુન્દ્રા તાલુકામાં ભદ્રેશ્વર નામનું પ્રાચીન
ગામ અગાઉનું શહેર આવેલ છે. આ સ્થાને ભવ્ય ઈતિહાસ ધરાવતું
દિવ્ય, મનોહર, પરમ પ્રભાવક શ્રી વસઈ ( ભદ્રેશ્વર )
તીર્થ આવેલું છે. તેનું જુનુ નામ ભદ્રાવતી નગરી જે અતિ
સમૃ્ધ્ઢ્ર હતી અને તેનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે.
ભારતમાં શ્રી સમેતશીખરજી તથા શ્રી શત્રુંજય જેવા
શાશ્વત મહાતીર્થો પછી આ ભદ્રેશ્વર તીર્થનો ક્રમ આવે
છે. કચ્છના ધર્મ સ્થાનોમાં આ તીર્થ સૌથી અધિક પ્રાચીન
અને મહત્વનું છે.
2522 વર્ષ પ્રાચીન આ તીર્થનું ગગનચુંબી શિખરવાળું
દેવવિમાન જેવું ભવ્ય, અનુપમ જિનાલય યાત્રાળુઓને
મંત્રમુગ્ધ કરે છે.
અહીંથી મળેલા તામ્રપત્ર પ્રમાણે આજથી 2522 વર્ષ પહેલાં
વર્તમાન ચોવીસીનાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના
નિર્વાણ પછી 22 વર્ષે ભદ્રાવતી નગરીના તત્કાલીન રાજા
સિધ્ઢ્રસેનની સહાનુભુતિ અને સહાયથી ભદ્રાવતીના દેવચંદ
શ્રાવકે ભુમિસંશોધન કરી આ તીર્થનું શિલારોપણ કર્યું.
શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી 45 વર્ષે પરમ પુજ્ય
કપિલ કેવલી મુનિવરે ભગવાન શ્રી
પાર્શ્વનાથ
પ્રભુજીની પ્રતિમા અહી
પ્રતિષ્ઠિઠત કરી.
આ કલ્યાણકારી પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભદ્રાવતી
નગરીના અનન્ય બ્રહમચારી દંપતિ વિજય શેઠ અને વિજ્યા
શેઠાણી એ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી, તેમજ
તેમને કેવળજ્ઞાન પણ અહી થયેલ હતું.
આ પ્રાચીન તીર્થ અનેક વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓએ અસર
કરેલ છે. અને દરેક વખતે તે સમયના મહાન યુગ પુરૂષોએ તેનો
જીણોઘ્દ્રાર કરાવેલ છે. મહારાજ કુમારપાળ તથા સમ્રાટ
સંપ્રતિરાજા તથા દાનવીર શેઠ જગડુશા, શેઠ વર્ધમાન, શેઠ
પદમશીશા અને અન્ય યુગપુરૂષો ધ્ઢ્રારા આ તીર્થના નવ કરતાં
વધારે જીર્ણોઘ્દ્રાર થયા છે. દશમો જીણોધ્ઢ્રાર થયેલ છે.
વિક્રમ સંવત 1134 માં શ્રીમાળી ભાઈઓએ આ જીણોઘ્દ્રાર
કરાવ્યાનો ઉલ્લેખ મલ્યો છે. વિક્રમ સંવત 1134 થી સતત 3
વર્ષોમાં (ઈ.સ.1257) ભારતના ઘણા પ્રાંતોમાં વિષમ
દુષ્કાળ પડ્યા હતા. તે વખતે પ્રજાને અન્ન અને વસ્ત્ર
પુરા પાડી મહાન દાનવીરનું બિરૂદ પ્રાપ્ત કરનાર શેઠ
જગડુશા આ ભદ્રાવતી નગરીના પનોતા પુત્ર હતા. શેઠ
જગડુશાએ જીર્ણ થયેલા આ તીર્થનો જીર્ણોવ્દ્રાર કરાવી
જિનમંદિરની અનુપમ રચના કરાવી અને ભદ્રાવતી નગરી ફરતે
મોટો કિલ્લો બંઘાવ્યો.
કાળક્રમે
આ નગરને ક્ષતિ પહોંચતા આ મંદિરમાં બિરાજેલી શ્રી
પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને એક તપસ્વી મુનિએ
સુરક્ષિત રાખી હતી. વિ.સ્. 1682 થી 6 વર્ષ સુધી આચાર્યા
શ્રી કલ્યાણસાગર સૂરિજીના ઉપદેશથી શેઠ વર્ધમાન શાહે આ
તીર્થનો જીણોઘ્દ્રાર કરાવીને શ્રી મહાવીર પ્રભુની
પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી અને તે મૂર્તિ નીચે સં.
1622 નો લેખ હોય એમ જણાય છે. જિનાલયમાં 16 મી સદીનો એક
મહત્વનો શિલાલેખ છે. ત્યારબાદ તે મુનિશ્રીને આ તીર્થનું
મહત્વ સમજાતા શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રાચીન
પ્રતિમા શ્રી સોંપી, જે આજે પણ તીર્થમાં બિરાજમાન છે.
અંગ્રેજોના સમયમાં તે સમયના પોલિટિકલ એજન્ટોએ તીર્થના
જીણોઘ્દ્રારમાં પ્રેરણા રૂપી ઉદાર ફાળો આપ્યો હતો.
કચ્છના તાત્કાલીન રાવ શ્રી દેશળજીએ પણ આ તીર્થની
જાળવણીમાં રસ દાખવ્યો હતો.
આ તીર્થનું
અઢી લાખ ચોરસ ફુટ જેટલું વિશાળ ચોગાન છે. આ તીર્થના
જિનાલયની ઉંચાઈ 38 ફુટ, લંબાઈ 150 ફુટ અને પહોળાઈ
80ફુટ છે. જિનાલયની એકાવન દેવકુલીકાઓ (દેરીઓ) ભવ્ય અને
કલામય છે. જિનાલયના પ્રવેશઘ્દ્રારમાં પ્રવેશ થતાં જ
પ્રભુજીના સંપૂર્ણ દર્શન થઈ શકે એવું જિનાલયનું અનુપમ
પ્રેક્ષણીક કૌશલ્ય સ્થાપત્ય છે.
મુખ્ય
જિનાલયમાં મુળનાયક વિશ્વવાલેશ્વર-ત્રીલોકનાથ ચરમ
તીર્થકર શ્રી મહાવીર સ્વામી બિરાજમાન છે. પદમાસનસ્થ
મૂળનાયક પ્રભુજીની પ્રતિમા શ્વેતવર્ણની અને 24 ઈંચ
ઉંચાઈની છે. પ્રભુજેનું મુખારવિંદ પ્રેમ, કારુણ્ય અને
સમભાવવની લાગણી પ્રસરાવી સમગ્ર વાતાવરણને ભાવ વિભોર
બનાવે છે.